Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભુજ નજીક માનકુવા ગામે જીપે બાઇકની હડફેટે લેતા એકનું મોતઃ ઇરાદાપૂર્વક જૂની અંટસમાં અકસ્માતનો કારસો

 ભુજ તા. ર૬ :.. ભુજના માનકુવા ગામે ભાનુશાણી સમાજની ચાલી રહેલ નાઇટ ટુર્નામેન્ટ દરમ્યાન મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ટુર્નામેન્ટ પુર્ણ થયા બાદ પરત બાઇક ઉપર ભુજ જઇ રહેલા અર્જુન મોરારજી વડોર અને પ્રવિણ મોહન ગજરા નામના રર વર્ષીય યુવાનોનો જીપ સાથે અકસ્માત સર્જાતા અર્જૂન મોરારજી વડોરનું મોત નિપજયું હતું. અકસ્માત સર્જનાર સ્કોર્પીયો જીતે રોંગ સાઇડથી અકસ્માત  સજર્યો હતો. દરમ્યાન અકસ્માતનો ભોગ બનનાર પરિવારજનોનાં આક્ષેપ મુજબ અગાઉની એટસમાં અકસ્માતનો આ કારસો રચાયો હતો. ૮ મહીના પૂર્વે મૃત્યુ પામેલ નયનાબેન પ્રકાશ ભાનુશાલીનાં આત્મહત્યા કેસ સંદર્ભે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર તેના દીયર પ્રવિણ મોહન ગજરાની ધરપકડ થઇ હતી તે જેલમાં પણ ગયો હતો.મૃતક નયનાબેનનાં પરિવારજનોએ પ્રવિણને અગાઉ ધમકી પણ આપી હતી. પોલીસે આ ઘટનામાં પહેલા અકસ્માતનો અને ત્યારબાદ હત્યાની કોશીષનો ગુનો નોંધ્યો છે.

(11:54 am IST)