Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઉપલેટા નગરપાલીકામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયોઃ પ્રમુખ તરીકે રાણીબેન ચંદ્રવાડીયા - ઉપપ્રમુખ ધવલ માકડીયા

ઉપલેટાઃ નગરપાલીકાના અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચુટણી ડેપ્યુટી કલેકટરની હાજરીમાં યોજાયેલ જેમાં પ્રમુખ તરીકે ભાજપના રાણીબેન ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ધવલ માકડીયા ચુટાયેલ હતા. ભાજપના આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યકત કર્યો હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, ભાનુભાઇ મેતા, માધવજીભાઇ પટેલ, દાનભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, કનુભાઇ સુવા, નરશીભાઇ મુંગલપરા, કીરીટભાઇ પાદરીયા, નિકુલ ચંદ્રવાડીયા, હરસુખ સોજીત્રા, હરપાલસિંહ જાડેજા, ગોવિંદભાઇ બારૈયા, અનુભા જાડેજા, દિનેશભાઇ વિરડા, પ્રફુલ પારઘી, જયેશભાઇ ત્રિવેદી ભાવેશ સુવા, વિક્રમસિંહ સોલંકી, ભાયાભાઇ વસરા, અશોકભાઇ ડેર, બહાદુરભાઇ ચંદ્રવાડીયા, જગદીશભાઇ કાંબલીયા, રમાબેન ડેર, અશોકભાઇ ચંદ્રવાડીયા, અશ્વિનભાઇ બારૈયા સહીત ભાજપના આગેવાનો સદસ્યો, કાર્યકરો ભાઇઓ બહેનો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહી ચુટાયેલ બન્નેને હારતોરા કરીમો મીઠા કરાવેલ હતા. (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:53 am IST)