Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કચ્છની દરીયાઇ સરહદે વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઇ-માછીમારો નાસી છુટયા

ભુજ, તા., ર૬: કચ્છની દરીયાઇ સરહદે કડક સુરક્ષા જાપ્તા વચ્ચે બીએસએફની ૧૦૮ બટાલીયને નલક્રીક પાસેથી એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ દરમ્યાન બીએસએફના જવાનોને નિહાળતા જ બોટમાં સવાર માછીમારો બોટ છોડીને પલાયન થઇ ગયા હતા. બોટમાં પ થી ૬ માછીમારો હોવાના અનુમાન વચ્ચે બીએસએફ દ્વારા બે પાક માછીમારો નાસી છુટયા હોવાનું જણાવાયું છે. બીએસએફના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાના જણાવ્યા પ્રમાણે કડક જાપ્તાના કારણે બોટો પકડાઇ રહી છે. ઝડપાયેલી બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે.

(11:49 am IST)