Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મહારાષ્ટ્ર રાજ્યની યશદા હોદ્દેદારોએ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે

 મહારાષ્ટ્ર રાજયની વહીવટી તાલીમ સંસ્થા યશદાના  પુના ડિવીઝનનાં પાંચ જિલ્લાનાં જિલ્લા પંચાયતનાં સભ્યો, તાલુકા પંચાયતનાં સભ્યો અને પ્રમુખશ્રીઓ, પાંચ ગામોનાં સરપંચશ્રીઓ અને યશદા સંસ્થાનાં વહીવટી વિભાગનાં અધિકારીઓ મળીને ૨૮ સભ્યોએ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાતનાં પ્રવાસે આવેલી યશદા સંસ્થાના સભ્યોએ ગુજરાત રાજયમાં કાર્યરત પંચાયતી રાજ વ્યવસ્થાના અભ્યાસાર્થે કરેલ પ્રવાસ દરમ્યાન જૂનાગઢ જિલ્લા પંચાયતની મુલાકાત લઇ જિલ્લા વિકાસ અધિકારી જે.કે.ઠેશીયા પાસેથી પંચાયતી રાજ કાર્યપ્રણાલીની જાણકારી મેળવી હતી. આ તકે પંચાયત વિભાગનાં શાખા અધીકારીઓએ તાબાની કામગીરીથી યશદા સંસ્થાને માહિતી આપી હતી. તો મહારાષ્ટ્રમાં પંચાયતી રાજ કાર્યપ્રણાલી સંદર્ભે યશદા સંસ્થાનાં હોદેદારોએ જાણકારી આપી હતી. યશદા સંસ્થાનાં નિયામક અજય સાવરીકર અને નાયબ નિયામક અંકુશ બગાતેની નિશ્રામાં ટીમનાં સભ્યોએ મેંદરડા તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. યશદા પ્રતિનીધી મંડળમાં જયશ્રી બાલા સાહેબ ફાલકે, શ્રી સંદીપ કોહીનકર, અને અનીલ પંઢરે સહિત ૨૮ સભ્યોનાં પ્રતિનિધી મંડળે સમઢીયાળા ગામની મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમીતિ અને કારોબારી સમીતીનાં અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ જુનાગઢ જિલ્લાનાં ગ્રામોમાં ગ્રામવિકાસ ક્ષેત્રે થયેલ કામોની જાણકારી આપી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:51 am IST)