Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભચાઉ પંથકમાં એક જ દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા : સાંજે 5,21 વાગ્યે 2.8ની તીવ્રતાનો આચંકો અનુભવાયો

ભચાઉથી ૧૮ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ :૧ર કલાક કરતા ઓછા સમયમાં ૩ કંપનો અનુભવાયા

ભચાઉ પંથકમાં આજે એક જ દિવસમાં ભૂકંપના ત્રણ આંચકાઓ અનુભવાયા. સાંજે 5.21 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ હતી

  વાગડ ફોલ્ટલાઈન સક્રિય બની હોઈ આંચકાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ભચાઉની ધરા અશાંત બનતા ૧ર કલાક કરતા ઓછા સમયમાં ૩ કંપનો અનુભવાયા હતા. સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ભચાઉથી ૧૮ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો રિક્ટર સ્કેલ પર ર.૮ની તીવ્રતાનો આંચકો સોમવારે સાંજે પ.ર૧ કલાકે અનુભવાયો હતો. આ પૂર્વે ૪.૪પ કલાકે રિક્ટર સ્કેલ પર ર અને સવારે ૧.૭ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.

(8:37 pm IST)