Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

રાવણ પણ શીવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો. રાવણની કરતૂતોથી મુક્તિ માટે રામાયણ રચાઇ હતી: પરેશ ધાનાણી

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટના માધ્યમથી કટાક્ષ કરતું નિવેદન આપ્યું

રાજકોટના વીરપુરમાં ચાલી રહેલી રામકથામાં મોરારી બાપુએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની   પ્રશંસા કરતું નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. બાપુએ અમિતભાઈ  શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટના માધ્યમથી કટાક્ષ કરતું એક નિવેદન આપ્યું હતું

   પરેશ ધાનાણીએ ટ્વીટના માધ્યમથી એક ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો અને કોઈનું નામ લીધા વગર ધાનાણીએ નિશાન તાક્યું હતું. કથાની રામાયણના હેડર સાથે પરેશ ધાનાણીએ મોરારિબાપુને આડકતરો જવાબ આપ્યો છે. ધાનાણીએ ટ્વિટમાં લખ્યું કે, રાવણ પણ શીવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો. રાવણની કરતૂતોથી મુક્તિ માટે જ રામાયણ રચાઇ હતી. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાયનો પ્રયાસ. ન્યાયના પ્રયાસમાં વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય. વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય એ જ રામરાજ્ય.

(11:47 am IST)