Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

પોરબંદરમાં રામ સ્‍વીમીંગ પુલના સભ્‍યોએ કડકડતી ઠંડીમાં મધદરીયામાં જઇ ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી : રાષ્‍ટ્રભાવના ઉજાગર કરી

પોરબંદર :દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસ (Republic Day India) ની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.

કડકડતી ઠંડીમાં દરિયાના ઠંડા પાણીમાં જઈને ધ્વજ લહેરાવવા માટે આ ગ્રૂપના સાહસને બિરદાવવા જેવું છે. સ્વીમિંગ ક્લબના સભ્ય હર્ષિત રૂઘાણીએ જણાવ્યું કે, આજે 71નો પ્રજા. છેલ્લા 20 વર્ષથી અમે આ રીતે દેશના દિવસોને ઉજવીએ છીએ. જેથી યુવાનોમાં દેશભક્તિ અને સાહસની ભાવના પેદા થાય. હવે સ્વીમીંગ કોમ્પિટિશનમાં પોરબંદર દેશમાં નંબર વન બની રહ્યું છે. હાલ બહુ જ ઠંડી છે, આવા વાતાવરણમાં અમારા 7 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના સદસ્યો દરિયામાં જઈને ધ્વજવંદન કર્યું તે બતાવે છે કે તેઓ કેટલા ફીટ છે. બધાને વિનંતી છે કે તેઓ સ્વીમિંગ ક્ષેત્રે આગળ જાય તો શરીર તંદુરસ્ત રહેશે.

(11:48 am IST)
  • અમદાવાદમાં સોલાગામમાં ઝાડ પર લટકતો યુવાનનો મૃતદેહ મળ્યો : ઝારખંડનો ૧૮ વર્ષનો યુવક હોવાનું બહાર આવ્યું : મૃતક યુવાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર કામ કરતો હતો : ઘટના સ્થળે પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી access_time 1:47 pm IST

  • નવો નાગરિકતા કાયદો એ સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે : CAA ઉપર ઇયુ ( યુરોપિયન સંસદ ) ના ઠરાવ અંગે સત્તાવાર સ્ત્રોતનો નિર્દેશ access_time 11:19 pm IST

  • ચૂંટણી જંગ વધુને વધુ તીવ્ર બનતા રાજકીય ગરમી : દિલ્હી : વાયફાઇ ઉપર ભાજપ અને આપ વચ્ચે હાઇફાય જંગ : આઠમી ફેબ્રુઆરીના દિને મતદાન પહેલા હવે સામસામે જોરદાર આક્ષેપબાજીનો દોર : ચૂંટણીને લઇને બધી તૈયારી access_time 3:38 pm IST