Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

દેવભુમિ દ્વારકા જિલ્લામાં નવો જિલ્લો બન્યાને આઠ વર્ષ પછી પણ જિલ્લા જેલનો પાયો નથી પડયો !!

ગુનેગાર જેલમાં જતા વ્યકિતઓની સગાનો કટાક્ષ જામનગર જવુ પડે છે !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ : દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦૯૩માં બન્યાતે આઠ વર્ષ પછી પણ હજુ અનેક જિલ્લા કચેરીઓ અને જિલ્લાની જરૂરી બિલ્ડીંગો વ્યવસ્થા થઇ નથી તેમાં જિલ્લા જેલ પણ એક છે.

દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા ખંભાળિયા, જામનગર, ભાણવડ તથા કલ્યાણપુર ચારેય તાલુકાઓમાં ગુન્હામાં સજા થતા તથા પકડાયેલા કેદીઓને રાખવા માટે દ્વારકા જીલ્લામાં કોઇ વ્યવસ્થા ના હોય જામનગર જિલ્લામાં જવુ પડે છે જેથી વહીવટી, વાહન ખર્ચ પણ થાય છે તો ગુનેગારોના સગા વ્હાલાઓ કટાક્ષમાં પ્રશ્ન કરી રહ્યા છે કે હજી અમારે દ્વારકા જિલ્લાને બદલે જામનગર જવાનું ?

નવાઇની વાત એ છે કે પોલીસ અને કાયદો વ્યવસ્થામાં ખાસ જરૂરી એવી જિલ્લા જેલ માટે હજુ નિયમિત જગ્યા તથા તેનો પાયો પણ જિલ્લો થયાના આઠ વર્ષ પછી પણ નંખાયો નથી તે પણ િવિચિત્ર બાબત છે !! કટાક્ષમાં કહેવાય છે કે જેલ શરૂ કરવાનું ભુલી ગયા કે શું ??? 

(12:59 pm IST)