Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબી નગરપાલિકા દ્વારા વિકાસકામોની વણઝાર, વિવિધ વિસ્તારમાં કરોડોના ખર્ચે વિકાસકાર્યો.

મોરબી નગરપાલિકામાં ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સંકલનમાં રહીને પાલિકાની પૂર્ણ બહુમતીવાળી ભાજપની બોડીની રચના થઇ હતી અને બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, તેમજ જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સંયુક્ત પ્રયાસોથી વિકાસ કામોમાં ગતિ આવી છે અને વિવિધ વિસ્તારમાં વિકાસકાર્યો થઇ રહ્યા છે
સરકારમાંથી વિવિધ યોજના અંતર્ગત કરોડોની ગ્રાન્ટ આવતા મોરબી પાલિકા વિસ્તારમાં સીસીરોડના ૭૬૨.૪૬ લાખના ૧૯ કામો પૂર્ણ કરેલ છે તેમજ ૨૦૮૬.૯૯ લાખના ૨૦ કામો પ્રગતિ હેઠળ છે પાલિકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ ૩૮૫.૬૧ લાખના ૭ કામો પૂર્ણ કરેલ છે તેમ મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે

(11:47 am IST)