Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પોરબંદર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું : બોખીરાના મજબૂત યુવા આગેવાની વિજયભાઇ સરમણભાઇ બાપોદરા ૩૦૦ ટેકેદારો સાથે અર્જુનભાઇ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા : સ્થાનિક રાજકારણમાં ગરમાવો

પોરબંદર : નગરપાલિકા અને તાલુકા - જિલ્લા પંચાયતની ચુંટણી થોડા સમય પદ યોજાવાર છે ત્યારે રાજકીય માહોલ ગરમ થઈ રહયો છે બોખીરા વિસ્તારના ભાજપના મજબુત આગેવાન અને છેલ્લા ૧૦ વર્ષથી સક્રિય ભુમિકા અદા કરનાર ભાજપ ના યુવા આગેવાન વિજય સરમણભાઈ બાપોદરાએ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષનો ખેંચ ધારણ કરી લેતાં સ્થાનિક રાજકારણમાં ખડેભડાટ મચી જવા પામ્યો છે.

છેલ્લા એક દાયકાથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભુમિકા અદા કરનાર ભાજપ ના યુવા આગેવાન વિજય સરમણભાઈ બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાં વિવિધત રીતે પ્રવેશ કરીને કોગ્રેસ પક્ષનો ખેંચ ધારણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ભષ્ટ્રાચારે માજા મુકી છે. વિસ્તારના લોકોના કામો થતાં નથી. અગાઉની ચુંટણીઓમાં લોકોએ તેમના ભરોસે મત આપ્યા હતા તેવા લોકોને નિરાશ કરવા પડે છે ત્યારે કોગ્રેસ પક્ષમાં અને અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કરીને ૩૦૦ ટેકેદારો સાથે કોગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છીએ તેમ જણાવ્યું હતું.

ભાજપના યુવા આગેવાન અને બોખીરાના મહેર અગ્રણી વિજય સરમણભાઈ બાપોદરાએ પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો તે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, દેવભુમિ દ્રારકા જિલ્લા કોગ્રેસના પ્રભારી સામતભાઈ ઓડેદરા, ગુજરાત પ્રદેશ કોગ્રેસ કિશાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા, પોરબંદર શહેર કોગ્રેસના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર, કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, છાંયા શહેર કોગ્રેસના પુર્વ પ્રમુખ રામભાઈ ઓડેદરા, ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસના મહામંત્રી સંદીપભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર, પોરબંદર એન.એસ.યુઆઈના પ્રમુખ કૅશન રાઠોડ , પોરબંદર કોગ્રેસના વરીષ્ઠ અગ્રણીઓ માલદેભાઈ ઓડેદરા, અતુલભાઈ કારીયા, કમલેશ ચુડાસમા, જેઠા ભાયા ઓડેદરા સહિતના અગ્રણીઓ અને બોખીરા વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

(9:19 pm IST)