Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ધોરાજીમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યના પૂર્વ મંત્રી જશુબેન કોરાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી 

 સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જસુમતીબેન કોરાટ એ ખેડૂતલક્ષી  પ્રવચનમાં  જણાવેલ કે આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી  અટલ બિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે good governance day ની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં માન્ય પ્રધાનમંત્રી માં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ત્યારે આજે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ ના અંતર્ગત ધોરાજી શહેર અને તાલુકાના ખેડૂતોને રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની જે પ્રકારની સહાય મળી રહી છે ત્યાં લાભાર્થીઓને આજે આજના કાર્યક્રમમાં સહાય આપવામાં આવી રહી છે

જશુબેન કોરાટ વધુમાં જણાવેલ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી કૃષિ નીતિ જે કાયદો બનાવ્યો છે તે ખરા અર્થમાં ભારતના ખેડૂતોને ફાયદાકારક છે પરંતુ ખરા અર્થમાં જે પ્રકારે ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે તેનો અમુક વિરોધીઓ ખોટો પ્રચાર કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે બાબતે આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ખેડૂતોને જાહેરમાં ખુલાસો કરી જણાવ્યું હતું
  આજે નવ કરોડ ખેડૂતોને નરેન્દ્ર ભાઈ મોદી એક સ્વીચ દબાવી ને 18 હજાર કરોડ ની સહાય ચૂકવી છે અને સીધા જ ખેડૂતોના ખાતામાં એ રકમ જમા થઈ જશે ખેડૂતોએ સરકાર વિરોધી લોકોના વાતમાં નહીં આવવા ખાસ અપીલ કરી હતી
આ સમયે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ મંત્રી જશુબેન કોરાટ (પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ) તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી વી.ડી પટેલ ધોરાજીના પ્રભારી રાજશીભાઇ હુંબલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ,ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા તાલુકા ભાજપના પ્રમુખ રમણીકભાઈ મકાતી  ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ જાડેજા  મહિલા ભાજપના અગ્રણી મુક્તાબેન વઘાસીયા જયસુખભાઇ ઠેસીયા રાજુભાઈ બાલધા નગરપાલિકાના વિરોધપક્ષનાં નેતા પરેશ વાગડીયા
તેમજ ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી નાયબ મામલતદાર નંદાણીયા ભાઈ ખેતીવાડી વિભાગના અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી વિગેરે આગેવાનોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ સમયે  સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ માં ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવેલ છત્રી જીવામૃત કીટ વિતરણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના લાભાર્થીઓ ને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના લાભાર્થીઓને પેમેન્ટ હુકમ વિતરણ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટનું વિતરણ વિવિધ આગેવાનો ના વરદહસ્તે કરવામાં આવેલું હતું
કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન  ડેપ્યુટી કલેકટર  ગૌતમ મિયાણી એ કરેલ તેમજ કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી વિભાગના અધિકારીઓએ કરેલ હતું આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી એ કરેલી હતી

(6:31 pm IST)