Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગોંડલના નિખિલ દોંગા ગેંગને મદદગારી કરવાના ગુનામાં જેલર ધીરૂભાઇ પરમારની સાત દિવસની રીમાન્ડ મંજુર

સ્પે. ગુજસીકેટ કોર્ટમાં રજૂ કરાયા : જેતપુરના પોલીસ અધિક્ષક ૧ર દિવસની કસ્ટડી માંગતા કોર્ટે સાત દિવસની રીમાન્ડ આપી

રાજકોટ, તા. રપ : ગોંડલના નિખીલ દોંગા ગેંગના સભ્યોને જેલમાં સુખ-સગવડ આપી મદદગારી કરવાના ગુનામાં પકડાયેલ જેલર ધીરૂભાઇ કરશનભાઇ પરમારને આજે જેતપુરના પોલીસ અધિક્ષક સાગર બાગમારે ૧ર દિવસની રીમાન્ડ માંગણી સાથે રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં રજૂ કરતાં સ્પે. કોર્ટે તા. ૧-૧-ર૧ સુધીની રીમાન્ડ મંજુર કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગુજસીટોકના ગુનામાં પકડાયેલ ગોંડલના નિખિલ દોંગાને જેલની અંદર મોબાઇલ ટીફીન સહિતની વિવિધ સવલતો જેલર ધીરૂભાઇએ પુરી પાડી હતી.

આ બનાવમાં જેલર દ્વારા નિખિલ દોંગા ગેંગને મદદ થાય તે રીતે જેલરે સવલતો આપતાં જેલર ધીરૂભાઇ પરમારની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનામાં જેતપુરના પોલીસ અધિક્ષક સાગર બાગમારે ૧ર દિવસની રીમાન્ડ માંગણી સાથે જેલરને રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં કર્યા હતાં.

આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તરીકે રોકાયેલા તુષાર ગોકાણીએ રજુઆત કરેલ કે, જેલર દ્વારા ઉપરોકત ગેંગને ખાસ સવલતો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો પ્રથમ દર્શનીય કેસ જણાય છે.

આ અગાઉ અમદાવાદ જેલમાં થયેલ સુરંગ પ્રકરણમાં પણ હાલના જેલર ધીરૂભાઇની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી. આમ આરોપી વિરૂધ્ધ રીમાન્ડ આપવા માટે પુરતા કારણ હોય રીમાન્ડ મંજુર કરવી જોઇએ.

નિખિલ દોંગા વિરૂધ્ધ ઘણાં ગુનાઓ છે. ગુનાહિત ગેંગ ધરાવતો હોવાનું જાણવા છતાં જેલરે તેને મદદગારી કરી હોય હાલના કિસ્સો તપાસના કામે રીમાન્ડ મળવી જરૂરી છે. તેવી સ્પે. પી.પી. તુષાર ગોકાણીએ રજુઆત કરી હતી.

ઉપરોકત રજુઆત તે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટની સ્પે. કોર્ટ જેલરને તા. ૧-૧-ર૧ સુધી રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

આ કામેસ સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી રોકાયા હતા જયારે જેલર વતી રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા અને સાવન પરમાર રોકાયા હતાં.

(3:05 pm IST)