Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પોરબંદર હાઈવેની હોટલમાં હત્યાના ૩ આરોપીઓને આજીવન કેદની સજા

પાંચ વર્ષ પહેલા હોટલમાં હત્યા થયેલ : મરણ જનારની પત્નિને ૧ લાખનું વળતર ચૂકવવા આદેશ : પોરબંદર ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટનો ચુકાદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૫ : પોરબંદર - જીલ્લાના હાઈવે ઉપર રાણાવાવ નજીક હોટલમાં પાંચ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસમાં ૩ આરોપીઓને આજીવન કેદની સજા આપતો ચુકાદો પોરબંદર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આપેલ છે.

પોરબંદર - કુતીયાણા હાઈવે ઉપર ૫ વર્ષ પહેલા હોટલમાં યુવાનની હત્યા થયેલ. જે અંગે આરોપીઓ સામે કેસ ચાલી જતા આ કેસમાં ૩ આરોપીઓને આજીવન કેસનો ચુકાદો પોરબંદરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આપેલ છે.

આ હત્યા કેસમાં મરનાર યુવાનની પત્નિને ૧ લાખનું વળતર ચૂકવવા પોરબંદર ડિસ્ટ્રીકટ ઍન્ડ સેશન્સ કોર્ટે ચુકાદામાં આદેશ કર્યો છે. હોટલમાં હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે.

(2:53 pm IST)