Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભાવનગરનાં મહુવા પંથકમાં વાડીમાં કપાસ વિણતી યુવતી ઉપર દિપડાનો હૂમલોઃ સારવાર દરમ્યાન મોત

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. રપ :.. ભાવનગર પંથકમાં વાડીમાં કપાસ વિણતી યુવતી ઉપર દીપડાએ હૂમલો કરતાં યુવતીનું મોત નિપજયું છે.

બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાનાં કસાણ ગામે જીવનભાઇ મકાભાઇ મેણીયાની વાડીમાં કપાસ વીણતી યુવતી આરતીબેન શામજીભાઇ મકવાણા ઉ.૧૮ ઉપર દિપડાએ હૂમલો કર્યો હતો. યુવતીએ ચીસાચીસ કરતાં આસપાસ કામ કરતાં લોકોએ યુવતીને દિપડાનાં મુખમાંથી છોડાવી તાત્કાલીક મહુવા હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને દિપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે. દિપડાએ હુમલો કરી યુવતીનું મોત નિપજાવતાં ગ્રામ્યજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(1:36 pm IST)