Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જેતપુરમાં કપડાની દુકાનમાં આગથી રેડીમેઇડ કપડા સહિતનો માલસામાન ભસ્મીભુત

(કેતન ઓઝા દ્વારા)જેતપુર,તા. ૨૫: જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ એક કપડાંની દુકાનમાં ગતરાત્રીના અગમ્યકારણસર આગ ફાટી નીકળતા દુકાનો તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો.

શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ એલ.કે.એલ નામની રેડીમેઇડ કપડાંની દુકાનમાં ગતરાતે એકાએક અગમયકારણસર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ જોઈને આજુબાજુના રહેવાસીઓએ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે આવીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યા સુધીમાં તો વિકરાળ આગને કારણે દુકાનનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આગ લાગવાને કારણે દુકાનમાં રહેલ મોબાઈલ પણ બ્લાસ્ટ થઈ ગયો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. દુકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે.

(1:34 pm IST)