Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કેશોદની પરિણીતાએ ફિનાઇલ પીધુ

પતિ, સાસુ-સસરા સહિત ૧૦ની સામે ત્રાસની ફરિયાદ

જૂનાગઢ,તા. ૨૫: સાસરીયાનો ત્રાસ અને મારકૂટથી ત્રાસી જઇ કેશોદની પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લેતા પોલીસે પતિ, સાસુ-સસરા સહિત ૧૦ સામે કાર્યવાહી કરી છે.

કેશોદ ખાતે સુમન સોસાયટીમાં સાસરીયા સાથે રહેતી હેમાદ્રી ઉર્ર્ફે મેઘાબેન કેયુર ગોસાઇ (ઉવ.૨૩)ના એક વર્ષ અગાઉ લગ્ન થયેલ.

પરંતુ પતિ, સાસુ-સસરા તેમ નણંદ વગેરે ઝઘડો કરતા હતા. અને સમાધાન માટે બેઠક કરેલ.

દરમ્યાન સાસુ-સસરા અને નણંદે હેમાદ્રીબેનને મારમારી ઘરમાં નહિ રહેવાનું કહી દીધુ હતું.

માનસીક શારીરિક દુઃખ ત્રાસ આપી પરેશાન કરતા હોય જેથી ગઇ કાલે સાંજે પરિણિતાએ ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ.

આ અંગે પરિણીતાએ પતિ -કેયુર, સસરા-નરેન્દ્રગીરી ચંપાગીરી, સાસુ -નીલમબેન, નણંદ -એશા સી.એલ.ગોસાઇ, વિમલ, ભાવિશા, ચેતન અને પ્રિયંકા સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:34 pm IST)