Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જુનાગઢ જીલ્લામાં સતત પાંચમો રકતદાન કેમ્પ યોજવા બદલ બિરદાવતા આર.એસ.ઉપાધ્યાય

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ - શિક્ષણ સચિવ વિનોદ રાવએ અભિનંદન પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.રપ : જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સતત પાંચમી વખત રકતદાન કેમ્પનું સફળ આયોજન કરવા બદલ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના માતા-પિતાએ શ્રી  ઉપાધ્યાયને આભારપત્ર આપી આભાર વ્યકિત કરેલ છે.

જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા શ્રી આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રથમ કેમ્પ ભેંસાણ ખાતે યોજાયેલ જેમાં પપ બોટલ અને કેશોદમાં ૬પ બોટલ તેમજ જુનાગઢમાં ર૭૭ બોટલ અને બાંટવામાં રપ૭ બોટલ તેમજ માંગરોળના મુરલીધરવાડી ખાતે યોજાયેલ પાંચમા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૦ જેટલા વ્યકિતઓએ રેકોર્ર્ડબ્રેક રકતદાન કરી શિક્ષકો ઉપરાંત વાલીઓ સમાજના આગેવાનો ભાઇઓ બહેનોએ રકતદાન કર્યુ હતુ.

આ કેમ્પ દરમિયાન વેબીનારમાં જોડાય શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સહિતના અધિકારીઓએ શ્રી ઉપાધયાય અને શિક્ષણ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

આ કેમ્પ સંપન્ન થયા બાદ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના માતા પિતાએ શ્રી આર.એસ.ઉપાધ્યાયને આભારપત્ર પાઠવી આભાર વ્યકત કરેલ. આ પત્રમાં જણાવ્યું હતું કે આપશ્રીની પ્રેરણાથી શિક્ષણ વિભાગ જુનાગઢ દ્વારા કોરોનાના કપરા કાળમાં રકતદાનના સતત પાંચમા કેમ્પ યોજવામાં આવેલ જેનો લાભ રકતની આકસ્મિક જરૂરીયાતવાળા તેમજ ખાસ કરીને જે તે બાળકો થેલેસેમીયારોગ ગ્રસ્ત છે જેમને ૧પ-ર૦ દિવસે લોહી ચઢાવવુ પડે છે એ બાળકો માટે આ રકતદાન કેમ્પ વરદાનરૂપ સાબિત થયા છે. ત્યારે ઉપાધ્યાયનો અભિનંદન સાથે આભાર માનીએ છીએ.

(1:33 pm IST)