Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જેતપુર નજીક ગાંજા સાથે ઝડપાયેલા ચારેય શખ્સોને રીમાન્ડ માટે રજુ કરાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૫:  વિરપુર ગામે ર૩ રાત્રે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે કારમાંથી ૩ શખ્સોને ર કિલો ગાંજા સાથે ઝડપી લઇ તે દિશામાં તપાસ આગળ વધારતા ૧૪ કિલો ગાંજા સાથે ગાંજો વેચનાર ઝડપાયો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એસપી બલરામ મીણા, એએસપી સાગર બાગમારની સુચનાથી ૩૧ ડીસેમ્બર આવતી હોય સખત પેટ્રોલીંગ અને તપાસના આદેશ અનુસાર વિરપુર પોલીસે રાત્રીના કારને રોકી તેમાંથી ગોંડલના ૩ શખ્સોને ર.૧ કિલો ગાંજો મોબાઇલ રોકડા રૂપીયા કાર મળી રૂ. ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ગાંજો કયાંથી લાવેલ તે અંગે પુછપરછ કરતા ગાંજો બળદેવ ધાર વિસ્તારમાં રહેતો મહમદ ઉર્ફે બાપુ ઇમરાનશા સરવદી પાસેથી લીધેલ હોવાનું જણાવતા શહેર પોલીસ ઇન્સ્પેકટર જે.બી.કરમુર સ્ટાફના ભાવેશભાઇ ચાવડા, લખુભા રાઠોડ, મજનુભાઇ મનાત, હિતેષભાઇ વરૂ, અનીલભાઇ બડકોદીયા, અજીતભાઇ ગંભીર, રામજીભાઇ ગરેજા, ઘનશ્યામસિંહ જાડેજાને સાથે રાખી બળદેવધાર કેનાલ પાસે રહેલા મહમદના રહેણાંક મકાને રેઇડ કરતા ગાંજાનો મોટો જથ્થો ૧૪.૧૭ર કિલો  રૂ. ૧,૪૧,૭૨૦ નો મળી આવતા શહેર પોલીસે મહમદ સરવદીની ગાંજા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

આમ  વિરપુર અને જેતપુર (નવાગઢ)માંથી બે કેસ મળી કુલ રૂ. ૧,૬ર,૮ર૦નો ગાંજો તેમજ મુદામાલ મળી ર,૮૦,૯ર૦ સાથે ચારે શખ્સોને ઝડપી લીધેલ.  આજ રોજ તમામ આરોપીને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જે દરમ્યાન ગાંજો કયાંથી લાવતો અને કેટલા સમયથી લાવતો  ઉપરાંત અન્ય કોઇ ગુન્હાઓ હોય તો તે બહાર આવશે તેવું પત્રકારોને માહીતી આપતા એએસપી સાગર બાગમારે જણાવેલ હતું.

(1:33 pm IST)