Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોરબી પંથકમાં સગીરાના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ : ત્રણ સામે ગુન્હો દાખલ

 મોરબી,તા.૨૫ :  તાલુકા પંથકમાં સગીરાને વાલીપણામાંથી લઇ જઈ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી એક  શખ્સે  અવારનવાર લઇ જઈ મોટર સાઈકલમાં લઇ જઈ શારીરિક સંબધ બાંધ્યો હોય તેમજ અન્ય બે શખ્સોએ મદદગારી કરી  હોવાની ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી (ઉ.૧૫ વર્ષ ૪ મહિના૨૬ દિવસ) વાળીને આરોપી રાહુલભાઈ નારણભાઈ ચૌહાણ રહે-હાલ ઋષિકેશ વિદ્યાલય પાસે મૂળ-યાજપુર જી.ગીરસોમનાથ વાળાએ સગીરાને લઇ જઈ સગીરાના ફોટા વાઈરલ કરવાની ધાકધમકી આપી તેના રૂમે અવારનવાર લઇ જઈ તેમજ ગત તા.૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યે સગીરાને તેના ઘરેથી મોટર સાઈકલમાં લઇ જઈ સગીરા સાથે શરીર સંબધ બાંધી આરોપી  રાહુલનો મિત્ર જયદીપ સગર અને આરોપી રાહુલનો મિત્ર રવિ સગરએ ગુનામાં મદદગારી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ સી પી આઈ આઈ.એમ.કોઢિયા ચલાવી રહ્યા છે.

(12:56 pm IST)