Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર યથાવતઃ ગિરનાર પ.૩ નલીયા ૭.૯ ડિગ્રી

કેશોદ-૧૦.૪, અમરેલી-રાજકોટમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર યથાવત છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે ટાઢોડુ છવાઇ જાય છે.

રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે. જયારે સવારે લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે.

આજે ગિરનાર પર્વત ઉપર પ.૩ ડિગ્રી, નલીયા ૭.૯ ડિગ્રી, કેશોદમાં ૧૦.૪, અમરેલી-રાજકોટમાં ૧૩.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. બેઠા ઠારનો કહેર આજે પણ બરકરાર રહેતા જનજીવન પ્રભાવિત રહ્યું હતું. જો કે આગામી બે ત્રણ દિવસ સુધી પારો બે ત્રણ ડિગ્રી ઉંચે ચડે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

રાજકોટમાં બે ડિગ્રી તાપમાન ઘટયું હોવા છતાં ટાઢોડુ છવાઇ રહ્યું હતું. દિવસભર ફૂંકાતા ઠંડા પવનથી જનજીવન ઠીંગરાઇ ગયું હતું. બેઠા ઠારના કારણે લોકો ઘરમાં કેદ થયા છે.સવાર - સાંજ રાજમાર્ગો ઉપર લોકોની પાણી હાજરી જોવા મળે.

સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ સામાન્ય ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. કેશોદ-અમરેલીમાં પારો ત્રણ ડિગ્રી સડસડાટ નીચે ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારના લોકો ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા.

કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. નલીયા પણ રાજયનું ઠંડુ શહેર બન્યુ હતું નલીયામાં આજે તાપમાનનો પારો ૭.૯ ડિગ્રીએ સ્થિર થઇ ગયો હતો કાંતિલ ઠંડીમાં લોકો ઠીંગરાયા હતા.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં આજે કડકડતી ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને અસર થઇ હતી. જુનાગઢના ગિરનાર પર્વત ખાતે પ.૩ ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ ઠુઠવાય ગયા.

જુનાગઢમાં ગઇકાલે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૧૦.૩ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના કારણે જુનાગઢ સહિતના વિસ્તારોમાં કાંતિલ ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વત ખાતે પ.૩ ડિગ્રી નોંધાવા કિસમીસ પર ફરવા આવેલા પ્રવાસીઓ, ધાર્મિક જગ્યાના સંતો, સેવકો સહિતના લોકોની મુશ્કેલી વધી હતી.

આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કિ.મી.ની રહી હતી.

હજુ લોકોને ઠંડીથી રાહત મળવાની શકયતા નથી સોમથી બુધવાર હાડ થીજાવતી ઠંડી પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૬.૪

ડિગ્રી

ડીસા

૧૧.૭

ડિગ્રી

વડોદરા

૧૩.૪

ડિગ્રી

સુરત

૧૬.૪

ડિગ્રી

રાજકોટ

૧૩.પ

ડિગ્રી

ગિરનાર પર્વત

પ.૩

ડિગ્રી

કેશોદ

૧૦.૪

ડિગ્રી

ભાવનગર

૧૪.પ

ડિગ્રી

પોરબંદર

૧પ.૦

ડિગ્રી

વેરાવળ

૧૭.૦

ડિગ્રી

દ્વારકા

૧૬.૩

ડિગ્રી

ઓખા

૧૮.૮

ડિગ્રી

ભુજ

૧૩.૦

ડિગ્રી

નલીયા

૭.૯

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧પ.૦

ડિગ્રી

ન્યુ કંડલા

૧ર.૭

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧ર.૦

ડિગ્રી

અમરેલી

૧ર.૪

ડિગ્રી

ગાંધીનગર

૧૩.પ

ડિગ્રી

મહુવા

૧૩.પ

ડિગ્રી

દિવ

૧૬.૦

ડિગ્રી

વલસાડ

૧૭.૦

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૪.૬

ડિગ્રી

(12:55 pm IST)