Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોરબીમાં ડબલ મર્ડર કેસના ઝડપાયેલ ૬ આરોપીઓ ૩ દિ'ના રિમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫:  ખાટકીવાસ વિસ્તારમાં થયેલી બઘડાટીમાં બંને પક્ષે એક-એક વ્યકિતના મોત થયા હતા જે બનાવ બાદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં છ આરોપીને ઝડપી લેવાયા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના ખાટકીવાસમાં ગત રવિવારે બાઈક શેરીમાંથી અવરજવર થતી હોય તે બાબતે શસ્ત્ર ધીગાણું થયું હતું જેમાં પોલીસે બને પક્ષે ૨૨ શખ્સોએ સામે ફરિયાદ નોધી હતી જેમાં રફીકભાઈ રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢી,ઈમ્તિયાઝ હનીફ મેમણ ,મમુ દાઢીનો ભત્રીજો , અલ્તાફ ઉર્ફે જગીરો, શબ્બીર સલીમે ,ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયા ,મકબુલ પીજારો , આશીફ કાસમાણી, અહેમદ ઇકબાલ બકાલી , શબ્બીર મેમણ ,યાસિન રજાકભાઈ મુરધીવાળા અને કાદરભાઈ સલીમભાઈ બાનાણી સહિતના ૧૨ શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી તો સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે સહિત દસ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે

ડબલ મર્ડર મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા, રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા અને જનકભાઈ પટેલની ટીમ ચલાવતી હોય જેમાં આરોપીઓ રફીક રજાક માંડવીયા, હનીફ રજાક માંડવીયા, અફઝલ રફીક માંડવીયા, આસિફ રફીક માંડવીયા, અરબાઝ અનવર પમાં અને આસિફ ફારૂક મોટલાણી એમ છ આરોપીને ઝડપી લેવાયા હતા અને ઝડપી લીધેલ આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

(12:55 pm IST)