Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જામનગરમાં આડા સંબંધની શંકાના આધારે સમાધાન માટે બોલાવી મહીલાને ઢીબી નાખી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: મહીલા પોલીસ સ્ટેશનમાં જેસલબેન વિશાલભાઈ ત્રિવેદી એ નોંધાવી છે કે, ફરીયાદી જેસલબેને આરોપી સંગીતાબેન અજયસિંહ ચૌહાણ વિરૂઘ્ધ અગાઉ પોલીસમાં ફરીયાદ કરેલ હોય તેમજ આરોપી સંગીતાબેનના પતિ રણજીતસિંહ સાથે ફરીયાદી જેસલબેનને આડા સબંધ હોય તેવી શંકા કરી તેનું મનદુઃખ રાખી સાહેદ અજયસિંહ ફરીયાદી સંગીતાબેનને સમાધાન  માટે આરોપી સંગીતાબેનનાસગાના ઘરે બોલાવી ત્યાં ફરીયાદી જેસલબેન એ પકડી મારકુટ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અજાણ્યો એક શખ્સ ફરીયાદી જેસલબેનને ઢસડી અને તેણીના શરીરમાં અડપલા કરી ફરીયાદી જેસલબેન ઉપર હુમલો કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ત્રણ ઝડપાયા

 પંચ બી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રઘ્યુમનસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ જી.આઈ.ડી.સી. ફેર–ર માં આવેલ સેનોર ચોકડી પાસે,  સુરેશભાઈ ગંગારામ જોશીએ દારૂ બોટલ નંગ–૧૪, કિંમત રૂ.૭૦૦૦/– તેમજ મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૭,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ–૪૯, ચાંમુડા માતાજીના મંદિર પાસે, આરોપી ધીરેનભાઈ હરીભાઈ નંદા, દારૂની બોટલ નંગ–૩ કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુરૂદ્વાર ચોકડી પાસે, આરોપી પ્રઘ્યુમનસિંહ જયરાજસિંહ જાડેજા, દારૂની બોટલ નંગ–૪ કિંમત રૂ.ર૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:54 pm IST)