Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભાડથરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ખંભાળીયા તા. ૨૫ : ભાડથર ગામે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા માલદે વેરશી રૂડાચ, મુરૂ ભીખા ઓડીચ, દેશુર ધરણાંત સુવા, સુરા સામરા રૂડાચને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ ૩૦૫૦ની મત્તા કબ્જે કરી ખંભાળીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બીજા દરોડામાં ભાણવડના ચોખંડા ગામે પાના ટીચતા સુમાર ઇશાક અલી મુમીયા, ચંદ્રકાંત નાથાલાલ નિમાવત, જગા કેશા ગોજીયાને રોકડા ૧૨૫૦ની મત્તા સાથે ભાણવડ પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

દ્વારકામાં દારૂની પાંચ બોટલ સાથે શખ્સ ઝબ્બે

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં પસાર થતા શખ્સને પોલીસે રોકી તલાશી લેતા તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૫ મળી આવતા પોલીસે શકિતરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. રબારી ગેઇટ દ્વારકાવાળાને ઝડપી ગુનો નોંધી દારૂ કયાંથી લાવ્યો તે અંગે વધુ તપાસ દ્વારકા પોલીસે હાથ ધરી છે.

(12:54 pm IST)