Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પોરબંદર સાંદીપનિમાં પૂ.રમેશભાઇ ઓઝાના મુખેથી ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫: પોરબંદરમાં પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી સાંદીપનિ વિઘાનિકેતનમાં આજથી સપ્તદિવસીય શ્રીમદ્ શ્રીમદ્ ભગવદ્ગીતા જ્ઞાનયજ્ઞ પ્રવચનનો પ્રારંભ થયો છે.

શ્રીમદ્  ભગવદદ્ગીતાના માહાત્મ્યમાં કહેવાયું છે કે, શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથરૂપી જળમાં માત્ર એકજ વાર સ્નાન કરવાથી સંસારના પાપોનો નાશ થાય છે. પૂરા વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા જ એવો ગ્રંથ છે કે જેની આપણે જન્મજયંતી ઉજવીએ છીએ અને પૂજય ભાઇશ્રીના શ્રીમુખેથી આ પ્રવચનનો પ્રારંભ પણ માગસર સુદ એકાદશી, શ્રીમદ્ ભગવદ્ગીતા જયંતિના પાવન દિવસથી થઈ રહ્યો છે. પૂજય ભાઇશ્રી શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૪ (જ્ઞાનકર્મસંન્યાસયોગ)ને અનુલક્ષીને પ્રવચન આપશે સાથે શ્રીમદ્ ભગવદ્ગીતા જયંતિના દિવસે સવારે ૯ૅં૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન પૂજય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાનો મૂળ પાઠ કરવામાં કરવામાં આવશે જેનું લાઈવ પ્રસારણ સાંદીપીની ટીવી પર થશે.

પ્રતિદિન સપ્તદિવસીય શ્રીમદ્ ભગવદ્ગીતા જ્ઞાનયજ્ઞ પ્રતિદિન બપોર પછી ૩:૩૦ થી ૬:૦૦ સુધી સંપન્ન થશે. જેનું લાઈવ ટેલિકાસ્ટ સંસ્કાર ટીવી ચેનલ, સંદીપની ટીવી  અને સાંદીપનિના અન્ય મીડિયા પ્લેટફોર્મ પર થશે.

આ સપ્ત દિવસીય પ્રવચન સત્રના મુખ્ય મનોરથી સ્વ. પરબતભાઇ લાલજીભાઈ ધોળકીયા પરિવાર, સુરત છે. આ આયોજન કોરોનાના કારણે સરકારશ્રીની સંપૂર્ણ ગાઇડલાઈન અને આદેશ મુજબ કરવાનું હોવાથી સર્વે ભકતજનોને ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેસીને લાભ લેવા જણાવાયું છે.

(12:52 pm IST)