Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સાવરકુંડલાઃ ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી સંદર્ભે બેઠક

સાવરકુંડલાઃ તા. રપ ડીસેમ્બરના રોજ ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ. અટલબિહારી વાજપેયીજી જન્મ દિવસને 'સુશાસન દિવસ' તરીકે ઉજવવાના કાર્યક્રમને સફળ બનાવવા તેમજ આગામી તાલુકા/જીલ્લા પંચાયતોની ચૂંટણીઓ અંગે વિચાર વિમર્શ કરતા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના અમરેલી ગ્રામ્ય ઇન્ચાર્જ દિપકભાઇ માલાણી, સંગઠનના પ્રભારી અતુલભાઇ કાનાણી, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ અને મંડલના હોદેદારોઓ સહ ઇન્ચાર્જ ચેતનભાઇ ધાનાણી, સહ પ્રભારી મેહુલભાઇ ધોરાજીયા વિ.ની ઉપસ્થિતીમાં અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. (તસ્વીરઃ અહેવાલ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:51 pm IST)