Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોરબી નજીક વાડામાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદશન હેઠળ ૩૧ ડીસેમ્બર તથા નાતાલના તહેવાર અનુસંધાને જીલ્લાના પ્રોહીબીશનની બદી નેસ્તાનાબુદ કરવા એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી ટીમના પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી સ્ટાફના ભગીરથસિંહ ગોહિલ અને ચંદુભાઈ કાણોતરા તથા દશુભા પરમારને બાતમી મળેલ કે પંચાસર ચોકડી પાસે, પંચાસર જવાના રસ્તે આવેલ વાડામાં બહારથી મહિન્દ્રા પીકઅપ તથા અલ્ટોકાર જેવા વાહનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મગાવેલ હોય જે પીકઅપ વાહનનું પાયલોટીંગ અલ્ટો કાર જીજે ૧૨ ઈઈ ૨૩૭૧ વાળીથી કરાવી પીકઅપ વાહન તથા અલ્ટો કારમાંથી વાડામાં આવેલ ઓરડીમાં દારૂનો જથ્થો ઉતરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાથી વિદેશી દારૂની બોટલ નંગ ૪૩૨ કીમત રૂ.૧,૬૨,૦૦૦, મહિન્દ્રા પીકઅપ જીજે ૧૨ બીએકસ ૨૦૫૩ કીમત રૂ.૬,૦૦,૦૦૦, અલ્ટો કાર કીમત રૂ.૨,૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ.૩૫,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૪૭,૦૦૦ કબજે કરી આરોપી ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહિલ રહે- ત્રાપજ જી.ભાવનગર, હાલ રહે-શનાળા રોડ ન્યુ હાઉસિંગબોર્ડ, આરોપી રાજદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા રહે-ગોપાલપૂરી કોલોની, ગાંધીધામ મૂળ-કોટડા નાયાણી જી.મોરબી , જીતેન્દ્રભાઈ હરેશભાઈ પેશવાની રહે-શાંતિધામ ગાંધીધામ અને જગદીશભાઈ પરબતભાઈ મકવાણા રહે-ભચાઉ મૂળ-રોજુ જી.પાટણ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ઇસ્વરભાઈ કલોતરા, સંજયભાઈ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાણકય, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા અને જયેશભાઈ ચાવડા સહિતની ટીમેં કરેલ છે.

(12:50 pm IST)