Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દંડ વસુલવા મામલે ભાવનગરમાં માસ્ક ચેકીંગ ટુકડી અને વેપારીઓ વચ્ચે રકઝક

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૫ :. ભાવનગરના ઘોઘાગેટ બીઝનેસ સેન્ટરમાં મહાનગરપાલિકાની માસ્ક ચેકીંગ ટુકડી અને વેપારીઓ વચ્ચે રકઝક થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ચેકીંગ ટીમ દ્વારા શહેરના ઘોઘાગેટ, બિઝનેસ સેન્ટરમાં માસ્ક અંગેનું ચેકીંગ અને દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા અને દુકાનના શટર પાડી એકઠા થયા હતા.

દંડ વસુલવા મામલે વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે બોલાચાલી અને રકઝક થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

થોડા દિવસ પહેલા શહેરના કાળાનાળા વિસ્તારમાં પણ માસ્ક અંગેનો દંડ વસુલવા મામલે વેપારીઓ અને ટીમ વચ્ચે રકઝક થઈ હતી.

(12:49 pm IST)