Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

માળીયાની સોલ્ટ કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ લોડીંગ

મોરબી : માળિયા તાલુકાની નવી બનેલ સાઈડીંગ, આર્યા ઓસિયન લોજીસ્ટીક પાર્ક પ્રા લી દ્વારા તાજેતરમાં સૌ પ્રથમ રેક લોડીંગનું શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લાનું બેસ્ટ કવોલીટીનું ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ અને લીકવીડ બ્રોમીનનું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ પ્રા લી દ્વારા મીઠું સપ્લાય કરવામાં આવેલ છે સૌથી પહેલી રેક પંજાબ આલકલીસ કેમિકલ લી માટે ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટનું લોડીંગ કરાયું હતું દેવ સોલ્ટ પ્રા લી માળિયા તાલુકામાં નિયમિત રૂપે સામાજિક પ્રવૃતિઓ કરે છે જેમાં શિક્ષણ ગામનો વિકાસ અને મેડીકલ જેવા જરૂરી અને અગત્યના મુદાઓને સમર્થન આપે છે દેવ સોલ્ટ નવા આધારરૂપ વ્યવસ્થાના વિકાસ જેનાથી સ્થાનિક રોજગાર વધે તેને પ્રોત્સાહન આપે છે ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટનું લોડીંગ કરાયુ તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(12:46 pm IST)