Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગોંડલના આશાપુરા ડેમમાં ભરબપોરે સગીરાએ લગાવી મોતની છલાંગ

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ગોંડલમાં યુવતીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ આશાપુરા ડેમમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી છે. ત્યારે ફાયરબ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તેમજ ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, એક સગીરાએ ડેમમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. ગુરૂવારના બપોરના આશરે 1 વાગ્યા આસપાસ એક યુવતીએ આશાપુરા ડેમમાં પાસે આવી ત્યારે આસપાસ જોઇને તેને ડેમમાં ઝંપલાવ્યું હતું. આશાપુરા રોડ, આશાપુરા પાર્ટી પ્લોટ વાળી શેરીમાં રહેતી સગીરાએ આશાપુરા ચેકડેમ પાસે આવી મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી.

આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ ફાયરની ટીમે સગીરા મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બનાવની જાણ ગોંડલ સિટી પોલીસને થતા પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. જો કે આશાપુરા ડેમ ખાતે CCTV હોવાથી આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.

(12:38 pm IST)