Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રવિવારે આટકોટ કલસ્ટરમાં કુંવરજીભાઈના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ

રાજકોટ, તા. ૨૫ :. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ આટકોટ કલસ્ટર હેઠળના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ તા. ૨૭ને રવિવારના રોજ દૂધ સહકારી મંડળી, વિરનગર ખાતે સવારે ૮.૩૦ કલાકે, કન્યા શાળા, આટકોટ ખાતે સવારે ૯.૩૦ કલાકે, નવી ગ્રામ પંચાયત કચેરી, જંગવડ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે, પ્લોટ પ્રાથમિક શાળા, પાંચવડા ખાતે સવારે ૧૧.૧૫ કલાકે તથા નવી ગ્રામ પંચાયત કચેરી, ખારચીયા જામ ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.કે. પટેલની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(11:51 am IST)