Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કિસાન કલ્યાણ કાર્યક્રમ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં અટલજીની જન્મજયંતિની ઉજવણી

પૂર્વ વડાપ્રધાનનાં વિકાસકાર્યોને બિરદાવતા લોકો : છેવાડાના લોકો સુધી સેવાકાર્યોનોે ધમધમાટ

રાજકોટ, તા. રપ :  આજે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીનો જન્મદિન છે ભાજપ સરકાર દ્વારા કિસાન કલ્યાણ કાર્યક્રમ સાથે તેની ઉજવણી કરવામાં આવી છે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણમાં દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના આજના જન્મદિવસે સવારથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચી સેવાનો ધમધમાટ આદર્યો છે ત્યારે જસદણ શહેર યુવાન ભાજપના પ્રમુખ વિજયભાઇ રાઠોડએ અટલજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમને ગર્વભેર યાદ કરી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીજી આ વીરપુરૂષનું નામ આવનારી પેઢી પણ ભૂલી નહીં શકે તેમણે દેશ માટે આજીવન કરેલ અગણિત કામોથી દેશ વર્ગ સાથે માથું ઉંચકી શકે છે ખાસ કરીને અટલજી આ પરમાણુનું પરિક્ષણ કરી દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો હતો આવા તેમણે અનેક કામો કરનાર અટલજીને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.

(11:50 am IST)