Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઢગલાબંધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

૪ દિવસનાં રોકાણ દરમિયાન શિલાન્યાસ-ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

દિવ :.. દિવ ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના આગમનને લઇને રોશનીનો ઝગમગાટ તથા જે વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાના છે તે નજરે પડે છે. (તસ્વીર : શકિલ કાસમાણી -દિવ)

(શકિલ કાસમાણી દ્વારા) દિવ, તા. રપ :  રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદનું આજે બપોર બાદ દિવ ખાતે આગમન થશે અને ૪ દિવસ સુધી દિવમાં રોકાશે આ દરમિયાન ઢગલાબંધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવેશે.

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના આગમન પહેલા પ્રશાસક પ્રફુલ પટેલનું કાલે આગમન થયુ હતુ અને કલેકટર સલોની રાય સહિતની સાથે બેઠકોનો ધમધમાટ કર્યો હતો.

રાષ્ટ્રપતિ બપોરે વાયુમાર્ગે રાજકોટથી દીવ પહોંચશે. અહીં દીવમાં નવા બનેલા જલંધર સરકીટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. દીવમાં રાષ્ટ્રપતિ વિવિધ પ્રોજેકટના ઉદ્ક્ષ્ઘાટન શિલાન્યાસ કરવાના છે.

કાલે તા. ર૬ના આઇઆઇઆઇટી વડોદરા કેમ્પસના પ્રથમ એકેડેમિક સેશનનું ઉદ્ઘાટન કરશે. સાઉદવાડીમાં શાળાનું ઉદ્ઘાટન કરશે. તા. ર૭ના દીવના કિલ્લાની મુલાકાત લેશે. તા. ર૮ સુધીના રોકાણ દરમિયાન દીવદ સિટીવોલ ખાતે હેરીટેજ વોક તેના ૧.૩ કિ.મી.ના સુધારણા કામનો શિલાન્યાસ કરશે. આઇએનએસ ખૂકરી મેમોરિયીલનું ઉદ્ઘાટન કરશે.

ત્રણ સપ્તાહ પહેલા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દીવના મહેમાન બનવાના હોય તેવા અણસાર દીવ-દમણ-દાદરાનગર હવેલી અને લક્ષદ્રિપના પ્રશાસક પ્રફુલ પટેલે આપ્યા બાદ છેલ્લા ત્રણ સપ્તાહ સલાહકાર એ.કે. સિંધ, પીડબલ્યુડી સચિવ સૌરભ મીશ્રા, ડે. કલેકટર, હરમીન્દરસીધક, સીઇઓ વૈભવ રીખારી પીડબલ્યુડી એજયુકેટીવ ઇજનેર ગોપાલ જાદવ વગેરે સતત ખડે પગે રહી, રાત દિવસ એક કરી અને આ પ્રોજેકટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે ઉદ્ઘાટન થાય તેવા અથાગ પ્રયાસો બાદ દરેક પ્રોજેકટો પૂર્ણ થયા અને તે પ્રોજેકટોને રાષ્ટ્રપતિ ઉદ્ઘાટન કરશે.

દીવ કલેકટર સલોની રાય અને તમામ અધિકારીઓએ રાત્રી સુધી પ્રોજેકટો, નાગવા, કિલ્લા વગેરેની વિઝીટ કરી હતી.

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના આગમનને લઇન દિવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે, રાષ્ટ્રપતિના આગમનને લઇને જનજીવન રાબતા મુજબ છ.

(11:50 am IST)