Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ઉનાના પૂર્વ ધારાસભ્યને ગાળો આપવાના વિડીયો વાયરલમાં ગુન્હો દાખલ કરવા પોલીસને પુરાવા સાથે અરજી

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૫ :. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને ઉના તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ગટેચાએ બીભત્સ ગાળો આપી  પ્રોહીબીશન એકટના કાયદાનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરવા પોલીસમા પુરાવા સાથે અરજી પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે કરી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડે ઉનાના પોલીસ ઈન્સ્પેકટરને લેખીતમાં રજૂઆત કરેલ છે કે ઉના તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ગટેચા પોતાની માલિકીની મોટર કારમાં ગત તા. ૧૮ના રાત્રીના ભીમપરા વોર્ડ નં. ૫માં આવી તાપણુ કરી બેઠેલા ચાર શખ્સો સાથે કાળુભાઈને બીભત્સ ભાષામા ગાળો પ્રોહીબીશન એકટનો ભંગ કરી ગુનો કરેલ હોય તેમની રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તથા તેમના પરિવારજનો અને સમર્થકો વિશે અઘટીત શબ્દોનો પ્રપોચ કરેલ છે. તેમની સાથે ફોજદારી કાર્યવાહી કરવા પગલા ભરવા માંગણી પોલીસને અરજીમાં કરી છે.

આપના પ્રમુખનો માફી માગતો ઓડીયો વોટસએપમાં વહેતો કર્યો

આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ગટેચાએ વોટસએપમાં ઓડીયો મેસેજથી જણાવેલ કે મને બદનામ કરવાની કોશિષ છે. મેં રાત્રે દારૂ પીધેલ હતો નહી અને કાચની બોટલમાં કેરોસીન હતુ અને તાપણુ ન સળગતા કેરોસીન છાંટેલ હતુ. મારાથી ઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પરિવાર વિશે જો બીભત્સ શબ્દો ભૂલથી બોલાઈ ગયેલ હતા તેની હું જાહેરમાં માફી માગુ છું

(11:48 am IST)