Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જસદણમાં ઠંડીનો લાભ લેતાં તસ્કરોએ બે દુકાનો તોડી

જસદણ તા. રપ :.. ગત રાત્રીના હાઇસ્કુલ રોડ અને ચિતલીયા કુવા રોડ પર ચાર પાંચ જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતાં જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એક રેડીમેઇડ કપડાંની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી પણ તાળા તૂટયા બાદ શટર ઉંચકાવી શકયા ન હતાં. શહેરના સરદાર ચોકમાં કેટલીક દુકાનોમાં પરચુરણ ચોરી તો આજ વિસ્તારની એક દુકાનમાં રૂપિયા પચાસ હજારની રોકડ રકમની ચોરી  થયાનંુ ચર્ચાય છે. પણ વિધીવત ફરીયાદ નોંધાયા પછી સાચી વિગત બહાર આવી શકે તેમ છે.

(11:44 am IST)