Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પાલીતાણાના રાજપરા ગામે પાંચ લાખનો વિદેશી દારૂ કબ્જે

ભાવનગર તા. રપ :.. રાજપરા ગામેથી પોલીસે રૂ. પ.૧૮ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો છે.

વિગતો મુજબ જીલ્લાનાં પાલીતાણા તાલુકાનાં રાજપરા ગામની ડુંગળીવાળી સીમમાં સકાવેલાની જમીનમાં દાટેલી વિદેશી દારૂની ૧૭ર૮ બોટલ કિંમત રૂ. પ૧૮૪૦૦ ની કબ્જે કરી પોલીસે દારૂનાં આ જથ્થા અંગે રાજપરા ગામે રહેતાં અભિરાજસિંહ ઉર્ફે અભિજીતસિંહ અજુભા ગોહીલ અને રોહિતસિંહ અજુભા ગોહીલ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જયારે ભાવનગર શહેરનાં સરીતા સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ ઝાલાને પોલીસે વિદેશી દારૂની ર૦ બોટલો કિંમત રૂ. ૧ર૪પ૦ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)