Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હરિયાણાના ડો. માં પ્રેમ માધવીના સાનિધ્યમાં ૪ દિવસીય બોર્ન અગેઈન ઓશો ધ્યાન શિબિર

મોરબીના નવા સજનપર આવેલ ઓશો કેશર ફાર્મ પર તા.૨૯ ડિસે.થી ૧ જાન્યુ. દરમિયાન : ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો સન્યાસ ઉત્સવ તથા ૩૧ ડિસેમ્બરે રાત્રે બાય - બાય ૨૦૨૦ - વેલકમ ૨૦૨૧નું ભવ્ય ઉત્સવ : આયોજક રમેશભાઈ રૈયાણી (સ્વામી પ્રેમ યોગી) : શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી ચાલુ

રાજકોટ : મોરબીના નવા સજનપર ગામે મોરબીના ઉદ્યોગપતિ અને ઓશો સન્યાસી રમેશભાઈ રયાણી (સ્વામી પ્રેમ યોગી)એ ૧૧ વિઘા જમીન પર ઓશો કેશર ફાર્મ નામથી સન્યાસી તથા પ્રેમીઓ માટે વિશાળ ઓશો ધ્યાન કેન્દ્ર બનાવેલ છે. જેમાં વિશાળ ધ્યાન હોલ રહેવા માટે સ્પેશ્યલ રૂમ, ડોરમેટરી, સ્વીમીંગ પુલ, વિશાળ કિચનની સુંદર સગવડ કરેલ છે. વન વગડાયુ તથા ઝાડ પાનથી ઘેરાયલ ઓશો કેશર ફાર્મ પર શિબિરમાં સહ ભાગી થઈ ધ્યાનની ગહેરાઈમાં ઉતરવુ એ જીવનનો એક લ્હાવો છે.

આગામી તા.૨૯ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી દરમિયાન ૪ દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગોમાં પ્રેમ માધવી કરાવશે.

શિબિરમાં સહભાગી થવા માટે સાધેક પોતાનું નામ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવુ. તેમ શિબિર આયોજક રમેશભાઈની યાદી જણાવેલ છે. મોરબીમાં માધવીના સાનિધ્યમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં શિબિરનું આયોજન થયેલુ એ સમયે ઘણા લોકોને જગ્યાના અભાવે પ્રવેશ મળેલ નહિં જમી કરીને આ શિબિરમાં પોતાનું નામ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી કરાઈ છે.

ઓશો બોર્ન અગેન ૪ દિવસીય ધ્યાન શિબિરમાં ધ્યાન કરવાની રહેવા - જમવાની વ્યવસ્થા લોકોને સારામાં સારી મળી રહે તે માટે શિબિર આયોજક તથા તેની ટીમ અત્યારથી તડામાર તૈયારી કરી રહી છે.

ઉપરોકત ઓશો બોર્ન અગેઈન શિબિરમાં સહભાગી થવા માટે શિબિર આયોજક રમેશભાઈ પાસે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવુ.

સ્થળની માહિતી : રાજકોટથી લજાઈ ચોકડી, હડમતીયા, નવા સજન પર ઓશો કેશર ફાર્મ, મોરબીથી ધુનડા નવા સજનપર ઓશો કેશર ફાર્મ.

શિબિરની વિશેષ માહિતી માટે તથા નામ નોંધણી માટે - રમેશભાઈ રેવાણી (સ્વામી પ્રેમયોગી) ૯૮૭૯૦ ૧૦૭૬૯.

(11:42 am IST)