Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કોરોનાનું સંક્રમણ : કચ્છ-૩૧, ભાવનગર-૨૩, ઝાલાવાડ-૧૯ અને મોરબી જિલ્લામાં માત્ર ૭ નવા કેસ

રાજકોટ તા. ૨૫ : કોરોનાનું સંક્રમણ વધઘટ થતું રહ્યું છે ત્યારે કચ્છમાં ૩૧, ભાવનગર ૨૩, ઝાલાવાડ ૧૯ અને મોરબી જિલ્લામાં માત્ર ૭ નવા કેસ નોંધાવા પામ્યા છે.

કચ્છમાં ૨૪૩ એકિટવ દર્દીઓ

ભુજ : ઠંડી વચ્ચે કચ્છમાં કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધ ઘટ જોવા મળી રહી છે. તેમાંયે શહેરી વિસ્તારો ખાસ કરીને કોરોના ના હોટસ્પોટ બની રહ્યા છે. અત્યારે ભુજમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. નવા ૩૧ કેસમાં પણ ભુજના ૯ દર્દીઓ નોંધાયા છે. કુલ દર્દીઓ નો આંકડો ૩૮૫૩ થયો છે. સાજા થનાર ની સંખ્યા ૩૪૯૧ તેમ જ સરકારી ચોપડે મૃત્યુ પામનારા ની સંખ્યા ૮૧ છે.

ભાવનગરમાં ૨૫ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામાં વધુ ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૭૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૧૮ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના બપાસરા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૨ કેસ મળી ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૨૪ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૨૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૭૩૧ કેસ પૈકી હાલ ૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૫૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

વઢવાણ

સુરેનદ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

દર્દીઓનો કુલ આંક ૩૫૬૫

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૨૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૫૬૫ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

મોરબી જિલ્લામાં  વધુ ૧૧ દર્દી સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા ૦૭ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દી સ્વસ્થ થયા છે

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તાર અને માળિયાના ૦૨ કેસો ગ્રામ્ય વિસ્તારમાં મળીને કોરોનાના નવા ૦૭ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૦૫૮ થયો છે. જેમાં એકટીવ કેસની સંખ્યા ૧૦૦ છે તો અત્યાર સુધીમાં કુલ ૨૭૫૩ દર્દી સ્વસ્થ થયા છે.

(11:29 am IST)