Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વાંકાનેરના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીના ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજાની ટીમ બાળકોના અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઇન્દોર ખાતે હોવાની બાતમી મળતા ટીમે તપાસ ચલાવી હતી જેમાં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી આરોપી મનીષ ચૌહાણ (ઉ.વ.૧૯) વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જે કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજા, કે એચ રાવલ, વાંકાનેર તાલુકા પોલીસના દશરથસિંહ ચાવડા, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, નંદલાલભાઈ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઈ સરવૈયા સહિતની ટીમ જોડાયેલ હતી.

(9:53 am IST)