Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જેતપુર જામકંડોરણા વિધાનસભા મતવિસ્તારના 15.75 કરોડના રસ્તાના કામો મંજૂર કરાવતા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા

 ધોરાજી: રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના પી એસ વિપુલભાઈ બાલધાએ માહિતી આપતા જણાવેલ કે જેતપુર જામકંડોરણા વિધાનસભા સીટ ઉપર રાજ્યના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ આ વિસ્તારમાં વિકાસનાકામ માટે  રૂપિયા 15.75 કરોડના રસ્તાના કામો મંજુર કરાવતા આ વિસ્તારના મતદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી
 રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત રહી પ્રયત્નો અને પરિણામે રાજ્ય સરકાર દ્વારા સાત વર્ષથી વધુ સમયથી કારપેટ મા થયેલ હોય તેવા રાજ્ય હસ્તકના રૂપિયા 15.75 કરોડના રસ્તાના કામો સરકારમાંથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરાયેલા છે જે અંગે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના જેતપુર તાલુકાના એન.એચ 27 થી પેઢલા કેરાડી ભાદરા ટુ એચ એચ રોડ લંબાઈ 14 કિલોમીટર માટે અંદાજિત 725  લાખ તેમજ જેતપુર ધોરાજી સિટી લિમિટ રોડ લંબાઈ 1.30 કિલોમીટર તેમજ જેતપુર જુનાગઢ સીટી લિમિટ લંબાઇ ત્રણ કિલોમીટર મળી રૂપિયા 200 લાખ નારોડ નવીનીકરણ કરવા મંજૂરી આપી જોબ નંબર આપવામાં આવેલ છે
  જામકંડોરણા તાલુકાના કોલીથડ બેટાવડ વંથલી આંબરડી તરકાસર સાતોદડ ચિત્રાવડ ખીરસરા રોડ લંબાઈ ૧૯ કિ.મી.ના અંદાજિત રૂપિયા 650 લાખ ના રોડ નવીનીકરણ માટે મંજુર કરવા જોબ નંબર આપવામાં આવેલ છે તેમજ જેતપુર જામકંડોરણા તાલુકાના રોડ રસ્તા નવીનીકરણ માટે જયેશભાઇ રાદડીયા ની સફળ રજૂઆતના પગલે ગ્રામય શહેરી વિસ્તારના સરપંચો આગેવાનો અને પદાધિકારી દ્વારા માનનીય યુવા જાગૃત મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય આ વિસ્તારના કામ માટે અંગત રસ લઈ રાજય સરકારની માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી વિકાસના કામ માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવેલ છે તે બદલ આ વિસ્તારના તમામ મતદારોએ અભિનંદન પાઠવ્યા હતા

(8:28 pm IST)