Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણમાં પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યે યુવા પેઢીને જાગૃત કરવા પ્રયાસ

જામનગરઃ દિન પ્રતિદિન અને પક્ષીઓની લુપ્ત થતી સંખ્યાને બચાવવાનો પ્રયાસ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જામનગર નજીકના વિખ્યાત ખિજડીયા પક્ષી અભ્યારણમાં વનવિભાગ દ્વારા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પક્ષીઓની જાણકારી તથા તેનું મહત્વ સમજાવવાના પ્રયાસો અંતર્ગત પ૦ જેટલી પ્રાકૃતિક શિબિર યોજવામાં આવેલ છે આ શિબિરમાં ગુજરાત ભરમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે બે દિવસની આ શિબિરમાં ખિજડીયાના આર.એફ.ઓ.જે.એન.ચપલા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર દક્ષાબેન વઘાસીયા જી.કે.ડાંગર, સોઢાભાઇ તથા નીતીનભાઇ સહિતના ફોરેસ્ટ અધિકારી, કર્મચારીઓ દ્વારા શિક્ષિત કરવામાં આવે છે....શિયાળાની જમાવટ વચ્ચે ખિજડીયા પક્ષી અભ્યારણમાં વિવિધ પ્રકારના ચાચાવર પક્ષીઓનું આગમન થયેલ છે. ખાસ કરીને પેલીકન, રાજહંસ, મોટી ચોટલી ડુબકી, પેન્ટેડ, સ્પુનબીલ, જલમાંજર, પરપલ મુરહેન અને અનેક પ્રકારના ફલાયકેચર આ વર્ષે મોટી સંખ્યામાં નજરે પડેછે. તો ચારેક વર્ષ બાદ ફરી પોતાના મુળ સ્વરૂપમાં આવેલ આ પક્ષી અભ્યારણમાં આ વર્ષે અનેક નવી પ્રજાતિ પણ નોંધાય હોવાનું ફોરેસ્ટર ચક્ષાબેન જણાવી રહ્યા છ.ે અને તે કારણ આ વર્ષે ખિજડીયા પક્ષી અભ્યારણમાં દરેક પ્રકારના પક્ષીઓને રહેઠાણ અને ખોરાક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બન્યો છે અને પક્ષીઓની સુરક્ષા જળવાઇ રહે તે માટે સ્ટાફ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છ.ે (અહેવાલઃ મુકુંદ બદિયાણી, (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર-જામનગર)

(3:39 pm IST)