Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ગિરનાર પર્વતે ૫.૭, નલીયા ૮.૮, અમરેલી ૧૦.૨, દિવ ૧૧.૨ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીના બીજા રાઉન્ડમાં સતત નીચે જતો પારોઃ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી યથાવત

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડીના નવો રાઉન્ડ શરૂ થયો છે અને ગઇકાલથી કડકડતી ઠંડીનો માહોલ જામી રહ્યો છે અને ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા ઠંડીની અસર વધી રહી છે.

શનિવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો રહ્યા બાદ કાલે રવિવારથી લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો અને ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને લોકોને ઠાર સાથે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે લોકોની અવર-જવર ઘટી જાય છે અને રસ્તાઓ સુમસામ બની જાય છે.

રાત્રીના અને સવારના સમયે ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.

આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૫.૭ ડિગ્રી, નલીયા ૮.૮ ડિગ્રી, રાજકોટ ૧૨.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

સોરઠમાં હાડ  થીજાવતી ઠંડી

જુનાગઢ : ગિરનાર પર્વત ખાતે સવારે ૫.૭ ડિગ્રી હાડ થીજાવતી ૫.૭ ડિગ્રી ઠંડીએ કહેર મચાવતા પ્રવાસીઓને વ્યાપક અસર થઇ છે.

છેલ્લા બે દિવસથી તાપમાન સતત ઘટી રહ્યું છે. જુનાગઢ ખાતે લઘુત્તમ તાપમાનનો પારો આજે સવારે નીચે ઉતરીને ૧૦.૭ ડિગ્રીએ સ્થિર થતાં સમગ્ર સોરઠ વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઇ હતી.

જ્યારે ગિરનાર પર્વત ખાતે તાપમાન ઘટીને ૫.૭ ડિગ્રી થઇ જતાં સમગ્ર પર્વત વિસ્તાર ઠરી ગયો હતો. નાતાલ ઉજવવા આવેલા સહેલાણીઓ ઠંડીથી ધ્રુજતા જોવા મળ્યા હતા.

તીવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ઝડપ ૨.૭ કિમીની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ

તાપમાન

ગિરનાર પર્વત

૫.૭

ડિગ્રી

નલીયા

૮.૮

..

મહુવા(સુરત)

૯.૧

,,

ગાંધીનગર

૯.૮

,,

અમરેલી

૧૦.૨

,,

જુનાગઢ

૧૦.૭

,,

કંડલા એરપોર્ટ

૧૧.૦

,,

વલસાડ

૧૧.૧

,,

દિવ

૧૧.૨

,,

અમદાવાદ

૧૧.૨

,,

ડીસા

૧૧.૨

,,

વડોદરા

૧૧.૪

,,

રાજકોટ

૧૨.૬

,,

પોરબંદર

૧૨.૬

,,

વલ્લભવિદ્યાનગર

૧૩.૫

,,

ન્યુ કંડલા

૧૩.૫

,,

ભાવનગર

૧૩.૬

,,

ભુજ

૧૩.૮

,,

 

(11:58 am IST)