Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ભુજ પાસે હિટ એન્ડ રનઃ વૃધ્ધનું મોત

ત્રણ અલગ-અલગ દુર્ઘટનમાં ૩નો ભોગ લેવાયો

ભુજ તા. રપ :.. ભુજ - કચ્છમાં સર્જાયેલા ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ માનવ જીંદગીઓનો ભોગ લેવાયો હતો.

આદિપુરમાં સંતોષી માતાના મંદિર પાસે ગટરના ખુલ્લા ખાડામાં બાઇક સાથે બાઇક ચાલક કિશોર ઘનશ્યામ બ્રહ્મક્ષત્રીય  (ઉ.૪૦)  પડી જતા ગટરમાં જ ગુંગળાઇ જવાથી મોત નીપજયું હતું.

ભુજનાં લાખાંદ પાસે પુરપાટ જતી અજાણી કારે હડફેટે લેતાં રાહદારી નથુ વંડા રબારી (ઉ.૮૦) નું હીટ એન્ડ રનના બનાવમાં મોત નિપજયું હતું. તો પખવાડીયા અગાઉ ભચાઉ -ભુજ ધોરી માર્ગ પર કાર પલટતાંઇજા પામેલા અરૂણાબેન દેસાઇ નામાનં સુરતનાં પ્રવાસીનું સારવાર દરમ્યાન સુરતમાં મોત નિપજયું હતું. (પ-૧૧)

(11:56 am IST)