Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મોવિયામાં ખેડૂતોએ જીરુંના દવાનો છંટકાવ કરતા વાવેતર બળી ગયું

કંપની જવાબ નથી આપતી તંત્ર તાકીદે પગલા નહિ લે તો આત્મવિલોપન કરશે તેવી ચીમકી

ગોંડલ, તા. રપ :  તાલુકાના મોવિયા ગામે દશ જેટલા ખેડૂતો દ્વારા અંદાજે ૧૦૦ વીદ્યા જેટલી જમીનમાં જીરું નું વાવેતર કરવામાં આવ્યું હોય ફૂગ નાશક દવાનો છંટકાવ કરતાજ જીરૂનો પાક બળી જતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે વળતર અંગે દવાની કંપનીના જવાબદાર અધિકારીઓ એ હાથ ખંખેરી લેતા ખેડૂતો તંત્ર ના શરણે પહોચ્યા છે તાકીદે કોઈ ઉકેલ નહિ આવેતો ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચારવામાં આવી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂત પંકજભાઈ બચુભાઈ પટોળીયા, સી.પી. વેકરીયા, રસિકભાઈ કરમશીભાઈ ખુંટ, ગીરીશભાઈ પ્રાગજીભાઈ રામાણી, જીવરાજભાઈ ભાલોડી તેમજ અન્ય ત્રણ ખેડૂતો દ્વારા આશરે ૧૦૦ વીદ્યા જમીન માં જીરું નું વાવેતર કરવામાં આવ્યું હતું, જીરુંના પાક ઉપર ફૂગ ના થાય તે માટે ખેડૂતો દ્વારા મોંદ્યા મોલની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો દવા છંટકાવ ના ત્રીજા દિવસેજ મોલ સુકાઈ ને બળી જવા પામ્યો હતો.

 જીરું નો મોલ સુકાઈ જવા અંગે ખેડૂતો દ્વાર ખોડીયાર એગ્રોના માલિક વજુભાઈ ભીખુભાઈ ખુંટ ને ફરિયાદ કરતા તેઓ દ્વારા વાલડેક્ષ કંપની ના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી

જીરુંના પાકની સાથે સાથે મેથી, કોથમી વાલોળ તેમજ કયારામાં ઉગેલું ખડ પણ બળી જવા પામ્યું છે.

 મોદ્યા મોલનું જીરું બે માસની જહેમત બાદ દવા ના વાંકે બળી જતા રસિકભાઈ ખુંટ નો પરિવાર બે દિવસથી જામ્યો પણ નથી અને તેઓના પત્ની રૂદન કરતા બોલી રહ્યા છે કે હવે અમારું શું થશે.

લાખો રૂપિયાની નુકશાની માં આવી ગયેલ ખેડૂતો એ જણવ્યું હતું કે અમારા દ્વારા ફરિયાદ કરતા યુંએસએક્ષ -૭૨ બેચ નંબર નો દવાનો જથ્થો માર્કેટમાંથી પરત ખેંચી લેવામાં આવ્યો છે.

(11:52 am IST)