Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નકટીવાવ મંદિર બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી ચોરી

ખમિયાણા આદર્શ નિવાસી શાળાના પ્રિન્‍સિપાલ દર્શન કરવા ગયા હતા

વઢવાણ,તા. ૨૫ : વઢવાણના સુપ્રસિદ્ધ નકટીવાવ મેલડી માતાજીના મંદિરે ખમિયાણા આદર્શ નિવાસી શાળાના પ્રિન્‍સિપાલ પરિવાર સાથે કાર લઈ દર્શન કરવા ગયા હતા. જેમાં કારનો કાચ તોડી ડેશબોર્ડ પર મુકેલા રોકડ અને મોબાઈલ કિંમત રૂપિયા ૩૩,૯૯૦ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

શંકરભાઈ પટેલ શહેરની પ્રોફેસર સોસાયટીમાં રહે છે. તેઓ તા. ૧૬ ઓકટોબરના રોજ પરિવાર સાથે સાંજના સમયે દર્શન કરવા ગયા હતા. જેમાં દર્શન કરીને જયોત્‍સનાબેન પરિવાર સાથે બહાર આવીને જોતા તેમની ક્રેટા કારનો પાછળની સીટનો ખાલી સાઈડનો કાચ તૂટેલો હતો અને કારના પાછળના ડેશ બોર્ડ પર એક પાકીટમાં મુકેલા રૂપિયા ૫ હજાર તથા વીવો કંપનીનો રૂપિયા ૨૮,૯૯૦નો મોબાઈલ હતો નહીં.

આથી આસપાસ તપાસ કરવા છતાં પૈસા ભરેલું પાકીટ મળી આવ્‍યું ન હતું અને જયોત્‍સનાબેને તેમની દીકરીના મોબાઈલમાંથી તેમના નંબર ફોન કરતા ફોન સ્‍વીચઓફ આવતો હતો. આથી જયોત્‍સનાબેને અજાણ્‍યા શખ્‍સો સામે કારનો કાચ તોડી નુકશાન કર્યાની તથા રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા ૩૩,૯૯૦ની માની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ વઢવાણ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.

(11:24 am IST)