Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગોંડલના સુલતાનપુર ગામે ભરત ગોંડલીયા ઉપર ભાઇ અને ભત્રીજાનો હૂમલો

ભાયુભાગની જમીન-મકાનમાં ભાગ આપવાની ના પાડી

રાજકોટ તા. રપ :.. ગોંડલના સુલતાનપુર ગામે ભાયુભાગની જમીન અને મકાનમાં ભાગ આપવાની ના પાડી પટેલ યુવાન ઉપર ભાઇ અને ભત્રીજાએ લાકડીથી હૂમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ સુલતાનપુર ગામે રહેતા ભરત નાનજીભાઇ ગોંડલીયા ભાયુભાગમાં આવતી જમીન તથા મકાનનો ભાગ માંગવા માટે પિતાના ઘરે જતા ભાઇ ભૂપત નાનજીભાઇ ગોંડલીયા તથા તેના પુત્ર કેતન રે. સુલતાનપુરએ જમીન તથા મકાનમાં ભાગ આપવાની ના પાડી ગાળો આપી ભરત ભાઇને ઢીકાપટુનો માર માર્યો હતો તેમજ કેતને લાકડીથી હૂમલો કરતા ભરતભાઇને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું.

આ અંગે ઇજાગ્રસ્ત ભરતભાઇએ તેના ભાઇ અને ભત્રીજા સામે તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઇ આર. કે. ચાવડાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)
  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST

  • પંજાબમાં ૧ ડીસેમ્બરથી તમામ શહેરો અને ગામોમાં રાત્રીના કર્ફયુનું એલાનઃ હોટલો રેસ્ટોરન્ટ રાતના ૯.૩૦ સુધી ખુલ્લા રહેશેઃ નિયમનો ભંગ કરવા બદલ ૧૦૦૦નો દંડ access_time 3:21 pm IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST