Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

હળવદના ૮ ઝૂપડામાં રોટરી કલબે સોલાર લાઇટો લગાવીને અજવાળા પાથર્યા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૫ : શહેરના સામતસર તળાવના કાંઠે છેલ્લા ૩૦ વર્ષથી કાચા ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરતા વિચરતી-વિમુકત જાતિના, શહેરની શેરીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને છરી અને ચપ્પાને સજાવીને ધાર કાઢવાનો ધંધો કરી આજીવિકા કમાતા અને છૂટક મજૂરી કરીને ઘર પરિવારનું ગુજરાન કરતા સરાણીયા કુટુંબના ૮ ઘરોમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સોલાર લાઈટો ફિટ કરી આપવામાં આવી હતી.

આ આઠ કુટિરમાં કુલ ૪૪ જણાની વસ્તી ૧૭ જેવા બાળકો સાથે રહે છ. જેથી પારાવાર મુશ્કેલીઓ અને અગવડો ભોગવી રહેલા આ નિઃસહાય લોકોના જીવનમાં પડતી તકલીફોમાં રાહત કરવાના હેતુથી

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા આઠેય ઝૂંપડાઓમાં સોલાર લાઈટો ફિટ કરી આપવામાં આવી હતી. સવારથી જ ધંધો કરવા માટે ગામો ગામ જવા નીકળી જતી આ વસ્તીના લોકો જયારે સાંજે ઘેર આવે ત્યાં અંધારૃં થઈ જતું હોય છે.

કોઈપણ પ્રકારની અજવાળા માટેની સુવિધા અત્યાર સુધી નહીં હોવાથી અંધારે જ બહેનો રસોઈ બનાવતી અને પરિવાર પણ અંધારે જ વાળું કરતો હતો. જેમાં હવે મોટી રાહત મળશે અને રાતના સમયના નાના મોટા કામકાજમાં સુલભતા વધશે. ૧૭ પૈકી મોટા ભાગના બાળકોસ્કૂલમાં શિક્ષણ લે છે જેમને રાત્રે વાંચન કે અભ્યાસ કરવો એ અશકય હતું જે હવેથી રાત્રે પણ અભ્યાસ કરી શકશે અને વાંચી શકશે. અત્યારના સમયમાં ખાસ જરૂરી એવો મોબાઈલ જે ચાર્જ કરવા સામેની દુકાનોમાં જવું પડતું હતું અને ચાર્જ થાય ત્યાં સુધી રાહ જોઇને બેસી રહેવું પડે અથવા મુકવા જવાના અને લેવા જવા ના ધક્કા ખાવા પડતા હતા જે હવે ઘરે બેઠા મોબાઈલ ચાર્જ કરી શકાશે.

એક વખત મોબાઈલ ચાર્જ કરવાનો ૫ રૂપિયા ચાર્જ દુકાનદારને ચૂકવવો પડતો હતો. જેમાં હવેથી મોટી રાહત મળશે. રાતના સમયે અંધારામાં જીવ, જંતુ કે વીંછી કરડવાના બનાવો અગાઉ બન્યા છે.

જેમાં હવે બચાવની અને જીવના જોખમની શકયતાઓ ઘટશે. આ સોલાર કિટમાં ૩ એલઈડી બલ્બ આવતા હોય ઝૂંપડાના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જરૂરી અજવાસમાં ખુબજ અસરકારક અને ઉપયોગી સાબિત થશે.આ સોલાર સિસ્ટમમાં એકી સાથે ૩ બલ્બ ચાલુ કરી શકાય છે. જે ૬ કલાક સુધી સતત ચાલુ રહે છે.આ પ્રોજેકટ ધ્રુવ દવે, અમિત રાવલઅને કિરણ દોરાલાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો.

(11:34 am IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • સંસદ ભવનના ગેટ નંબર એક ઉપર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાશે : આ પ્રતિમા સામે બેસી સાંસદો ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ વ્યક્ત કરે છે : ભવનના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું હોવાથી ટૂંક સમય માટે પ્રતિમા હટાવી પાછી યોગ્ય જગ્યાએ મૂકી દેવાશે access_time 11:43 am IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST