Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ઉનામાં મોટરસાયકલની ડેકી તથા થેલામાં ૪૯ હજારનો દારૂ લઇ જતા ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૫ : પોલીસે મોટરસાયકલની ડેકીમાં તથા થેલામાં છુપાવી લઇ જવાતો ૪૮ બોટલ ઇંગ્લીશ દારૂ તથા મોટરસાયકલ રૂ. ૪૯૨૦૦ના મુદ્દામાલ સાથે નાથળ ગામના યુવાનને પોલીસે પકડી પાડયો છે.

પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચૌધરીની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.પી.બાંભણીયા, અરવિંદભાઇ પરસોત્તમભાઇ, વિજયભાઇ હાજાભાઇ, ધર્મેન્દ્રસિંહ, ગોપાલસિંહ દિપસિંહ દેલવાડા ગામની નવાબંદર ચોકડી પાસે ધાંધલા તરફથી આવતું મેસ્ટ્રો મો.સા. નંબર જીજે૩૨એમ-૫૩૬૫ ઉપર આવતો મહમદ હુસેન યુસુફભાઇ શેખ (ઉ.૩૨) રહે. નાથળ તા. ઉનાવાળો કાળા ઝબલા થેલામાં રાખેલ તથા ડેકીમાં વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ તથા બેગપાઇપર વ્હીસ્કીની બોટલ નંગ ૨૪ કુલ ૪૮ બોટલ રૂ. ૧૯૨૦૦ તથા મોટરસાયકલ રૂ. ૩૦ હજારની મળી રૂ. ૪૯૨૦૦ની સાથે પકડી પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:32 am IST)
  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • 2020 ની સાલમાં રાજકીય પાર્ટીઓએ ગુમાવ્યા દિગ્ગજ નેતાઓ : કોંગ્રેસના અહમદ પટેલ ,તરૂણ ગોગોઈ ,તથા પ્રણવ મુખરજી ,ભાજપના જસવંતસિંહ ,તથા લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને ચીર વિદાઈ લીધી access_time 12:44 pm IST