Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મોરબીમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુપીના યુવાનને રાજકોટ ખસેડાયો

ચાર દિવસ પહેલા રાત્રીના કોઇ શખ્સોએ ગળામાં છરી ઝીંકી દીધી'તી

રાજકોટ તા. ૨૫: મોરબીમાં ઘુંટૂ રોડ પર સિલ્વેનિયા સિરામીક પાસે રહેતાં અને કંપનીમાં કામ કરતાં મુળ ઉત્તર પ્રદેશના વિનીત રામાધીન શાસ્ત્રી (ઉ.૩૫)ને ચારેક દિવસ પહેલા રાત્રીના સમયે ઓરડીમાં સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરી ગળામાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી, ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયો છે.

વિનીત ચાર ભાઇમાં બીજો છે. સંતાનમાં ત્રણ પુત્રી છે. તેની પત્નિએ કહ્યું હતું કે રાત્રીના સમયે કોઇએ હુમલો કર્યો હતો. અવાજ થતાં પોતે જાગી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કોણે અને શા માટે હુમલો કર્યો? તે બહાર આવ્યું નથી. વિનીત ભાનમાં આવ્યા બાદ પોલીસ તપાસ કરશે.

(12:24 pm IST)