Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કલાકારના સુર બદલાયા તો ચાલુ ડાયરાનાં સ્ટેજ પર જ યુવાને લોક ગાયકને લાફા ઝીક્યાં :વીડિયો વાયરલ

માતાજીના માંડવાના કાર્યક્રમમાં દારૂ પીને આવ્યા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો

બોટાદના સાળંગપુર રોડ પર યોજાયેલા ડાયરામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીની લોકોએ ધોલાઈ કરી હતી  માતાજીના માંડવાના કાર્યક્રમમાં દારૂ પીને આવ્યા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. ડાયરામાં દારૂ પીને ભજન ગાતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈ એક વ્યક્તિ સ્ટેજ પર આવીને પ્રભાતસિંહને થપ્પડ મારે છે. હાલ કલાકાર પ્રભાતસિંહની ધોલાઈનો વીડિયો વાયરલ થયો છે.

. બોટાદમાં માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાત સિંહ સોલંકી ગાઇ રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો. તે માતાજીનાં ભજન પણ નશાની હાલતમાં જ કરી રહ્યો હતો.
  આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો બોટાદનાં સાળંગપુર વિસ્તારનો છે. આ લાફાવાળી બાદ અન્ય લોકો પણ યુવકનાં સમર્થનમાં આવે છે. તે લોકોનો આપોપ છે કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવતા માતાજીની ગરીમા જળવાતી નથી. તેમને પહેલા જ કહ્યું હતું કે માતાજીનો ડાયરો છે. મહત્વનું છે કે, માતાજીનાં ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
  યુવકે અચાનક જ્યારે કલાકારને લાફા ફટકાર્યા તે બાદ લોકોએ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને નીચે ઉતરી જવા કહ્યું હતું. જોકે, તે નીચે ઉતરતા જ અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો. હવે આ તપાસનો વિષય છે કે ખરેખર ગાયક કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે નહીં.

(11:23 am IST)