Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

વાંકાનેરમાં પેરા મીલીટ્રી ફોર્સની ફલેગ માર્ચ

 વાંકાનેર : ચૂંટણી અંતર્ગત વાંકાનેર શહેરભરમાં પીઆઇ રાઠોડની આગેવાનીમાં પેરા મીલેટ્રી ફોર્સની ફલેગ માર્ચ યોજાઇ હતી. વાંકાનેર મત વિસ્તાર સંવેદનશીલ કેટેગરીમાં આવતો હોઇ, અહીં, મતદાન સંપન્ન થવા સુધી પેરા મીલેટ્રી જવાનો નો મુકામ રહેવાનો છે. ગઇકાલે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા હવે વાંકાનેર - કુવાડવા એક બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારી પાછી ખેંચવા કેટલાક અપક્ષો ને પ્રલોભનો તેમજ દબાણો થયાનું પણ જાણવા મળે છે. ર૦૧૭ ની આ ચૂંટણીમાં નેશ્નાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી-કોંગ્રેસ પાર્ટી- ભારતીય જનતા પાર્ટી બહૂજન સમાજ પાર્ટી, જન વિકલ્પ, આપ અને જનતા દળ (યુ) સહિત અપક્ષોના ઉમેદવારો મેદાનામાં છે ત્યારે હજુ પણ અમુક રાજકીય પાર્ટીઓ અપક્ષો તથા રાષ્ટ્રીય પાર્ટીઓના ઉમેદવારોને મોડી રાત્રીઓ સુધી ગોતખોળમાં લાગેલા જોવા મળે છે. એવું પણ જાણવા મળે છે કે  ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોઇ પણ રીતે પોતાની સામે લડતા હોય તેવા માતબર ઉમેદવારોનો ટેકો મેળવવા ભારે પ્રયાસો કરી રહ્યા છે.

(11:21 am IST)